આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પહેલી મેથી થશે સ્‍ક્રેપ પોલિસીનો અમલ; રાજ્યમાં આઠ વર્ષ જૂના અંદાજે ૪૫ લાખ વાહનો…

અમદાવાદ: ગુજરાત સરકારની સ્‍ક્રેપ પોલિસીનો પહેલી મેથી અમલ શરૂ થઇ રહ્યો છે. પોલીસી અંતર્ગત રાજ્‍યમાં આઠ વર્ષ કે તેનાથી વધુ વર્ષ જૂનાં વાહનો પર સરકાર માન્‍ય સ્‍ક્રેપિંગ સેન્‍ટરમાં આપવામાં આવશે તો વાહન સ્‍ક્રેપની કિંમત મળવાની સાથે વાહન પર બાકી આરટીઓ ટેકસ, પેનલ્‍ટી, વ્‍યાજ અને ચલણની રકમ પણ માફ થઈ જશે.

અમદાવાદમાં અંદાજે 19 લાખ વાહનો
સ્‍ક્રેપ પોલિસી હેઠળ ડિટેઈન વાહનો સ્‍ક્રેપમાં આપી શકાશે નહીં અને વાહન પર ટેક્‍સ સહિતની રકમ માફીનો પણ કોઈ લાભ નહીં મળે. પોલિસીની સમયમર્યાદા માત્ર પહેલી મેથી 30મી એપ્રિલ-2026 એટલે કે, એક વર્ષ સુધી જ રહેશે. રાજ્‍યમાં અંદાજે 45 લાખ વાહનો આઠ વર્ષ કે તેથી વધુ જૂના છે જ્યારે અમદાવાદમાં અંદાજે 19 લાખ વાહનો છે.

આઠ વર્ષ જૂના અંદાજે 45 લાખ વાહનો
હાલ રાજ્યમાં અંદાજે 2.06 કરોડ વાહનની સંખ્‍યા છે, આમાંથી આઠ વર્ષ જૂના અંદાજે 45 લાખ વાહનો છે. જેમાંથી 7.80 લાખ ટ્રાન્‍સ્‍પોર્ટ અને 37.20 લાખ વાહનો ખાનગી છે. સરકારની સ્‍ક્રેપ પોલિસી હેઠળ વાહન સ્‍ક્રેપમાં આપીને વાહન સ્‍ક્રેપની કિંમત, વિવિધ ટેક્‍સ અને વ્‍યાજ માફી ઉપરાંત તેના સર્ટિફિકેટથી નવા વાહન પર સરકારની અન્‍ય યોજનાનો લાભ મેળવી શકશે. વાહન ડીલરે નવા વાહનના પુરાવાની સાથે સરકાર માન્‍ય સ્‍ક્રેપ સેન્ટરનું વાહન માલિકના નામનું સર્ટિફિકેટ મૂકવાનું રહેશે.

રિબેટની રકમનો એક જ વાર ફાયદો
સ્‍ક્રેપ પોલિસી અંતર્ગત ખાનગી વાહન સરકાર માન્‍ય સ્‍ક્રેપ સેન્‍ટરમાં આપશે ત્‍યારે વાહન માલિકને સેન્‍ટર પરથી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો પત્ર મળશે. જે નવા વાહનની ખરીદી વખતે આરટીઓ ટેક્‍સની ૬ ટકા પ્રમાણે ભરવાની થતી કુલ રકમમાંથી ૨૫ ટકા રકમ વાહન માલિકને ડિસ્‍કાઉન્‍ટ મળશે. રિબેટની રકમનો એક જ વાર ફાયદો થશે.

સરકાર માન્‍ય સ્‍ક્રેપ સેન્‍ટરમાં પોતાનું કોમર્શીયલ વાહન સ્‍ક્રેપમાં આપનાર માલિકને વાહનની કિંમત ઉપરાંત સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો પત્ર મળશે. વાહન માલિક સર્ટિફિકેટના આધારે નવા કોમર્શિયલ વાહનની ખરીદી વખતે વાહન પર આરટીઓ ટેક્સની ૬ ટકા પ્રમાણે થતી કુલ રકમમાંથી ૧૫ ટકા રાહત મેળવી શકશે. ટેક્‍સનો ફાયદો સમાતર કેટેગરીના કોમર્શિયલ વાહન પર જ મળશે.

આપણ વાંચો : પહેલી મેથી FASTag સિસ્ટમ થશે બંધ! શરૂ થઈ રહી છે નવી ટોલ સિસ્ટમ, જાણો વિગતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button