આપણું ગુજરાત

ક્ષત્રિય આંદોલન વચ્ચે, ગુજરાતના 45 રાજવીઓએ PM નરેન્દ્ર મોદીનું કર્યું સમર્થન

રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 સીટો માટે આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે, જો કે સત્તારૂઢ ભાજપ માટે ક્ષત્રિય આંદોલન મોટી ચિંતાનો વિષય બન્યું છે. રાજ્યમાં ક્ષત્રિયો 5-7 સીટો પર ભાજપનો ખેલ બગાડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા દ્વારા એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રવાદના મુદ્દે વિચાર મંથન કરવામાં આવ્યું હતું.

રાજકોટ રાજ પરિવારના આંગણે પધારેલાં 45થી પણ વધારે રાજવીઓ અને ભાયાતોનાં આગમનને આવકારતાં રાજકોટનાં ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ સળગી રહ્યું છે, પ્રત્યેક રાષ્ટ્રને કોઇને કોઇ પ્રકારની સમસ્યા સતાવી રહી છે આપણે પણ એમાંથી બાકાત નથી ત્યારે આપણને આવશ્યકતા છે એક એવી સ્થિર અને મજબૂત સરકારની, એક એવા સક્ષમ નેતૃત્વની, એક એવા સ્વયં સ્પષ્ટ અને આર્ષદ્રષ્ટા પ્રધાનમંત્રીની જે આપણાં રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી બનીને દિશાનિર્દેશ અને દિશાદર્શન કરાવી શકે. વધુમાં કહયું કે નરેન્દ્રભાઇ મોદીમાં આપણને પ્રથમ દ્રષ્ટીએ જ અજોડતા, અનુપમતા અને નિખાલસતાનું દર્શન થાય છે.

પત્રકારો સાથે વાત કરતા જાડેજાએ કહ્યું કે, “PM એક તપસ્વી અને બહાદુર માણસ છે જે 145 કરોડ ભારતીયોની સુખાકારી અને સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.” બેઠક દરમિયાન 28 રજવાડાઓના વારસદારો હાજર રહ્યા હતા અને 16એ પત્રો દ્વારા ટેકો જાહેર કર્યો હતો. જાડેજાએ કચ્છના મહારાણી પ્રીતિ દેવી અને ભાવનગર રાજ્યના રાજા વિજયરાજસિંહજીના પત્રો વાંચ્યા હતા.

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક, વિરલ વ્યક્તિત્વના માલિક અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી ભારતને પ્રધાનમંત્રી સ્વરૂપે પ્રાપ્ત થયાં એ આપણે સહુ ભારતવાસીઓનો પુણ્યોદય છે એવું મને લાગે છે. મારી દ્રષ્ટીએ સને 2024ની વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, ભારત દેશ અને આપણી ભાવી પેઢીનાં સ્થિર, સુરક્ષિત તેમજ ઉજ્જવળ ભવિષ્યના સુર્યોદય માટેની ચૂંટણી છે.

રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠકમાં અઠ્ઠાવીસ રાજવીઓએ સ્વયં ઉપસ્થિત રહીને અને સોળ રાજવીઓએ પત્ર પાઠવીને રાષ્ટ્ર પ્રથમ વિભાવનાને પોતાનું સમર્થન જાહેર કરીને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કાર વારસાના જતન હેતુ સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકારનું ગઠન કરાવવાની દિશામાં સંકલ્પબદ્ધ થયાં હતાં. 45 રજવાડાઓના રાજવીઓએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હતો અને વિશાળ રાષ્ટ્રીય હિતમાં સતત ત્રીજી વખત તેમની જીત સુનિશ્ચિત કરવા ટેકો જાહેર કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો