Gujarat માં સિઝનનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો, ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)અત્યાર સુધી સિઝનનો સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં તમામ ઝોનમાં 50 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ સહિત સાત જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી.
101 તાલુકાઓમાં 250 થી 500 મીમી વરસાદ નોંધાયો
ગુજરાતમાં રવિવાર સુધી સરેરાશ 621 મીમી વરસાદ નોંધાયો છે. જે કુલ 70.35 ટકા થાય છે. જ્યારે 251 તાલુકાઓમાંથી 42 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ અને 73 તાલુકાઓમાં 500 થી 1000 મીમી વચ્ચે વરસાદ નોંધાયો છે. તેમજ 101 તાલુકાઓમાં 250 થી 500 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 35 તાલુકાઓમાં 125 થી 250 મીમી મેઘમહેર થઈ હતી. 31 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરના લીમખેડા તાલુકામાં માત્ર 21.58 ટકા વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 150.52 ટકા વરસાદ
રાજ્યના કુલ 33 જિલ્લાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 150.52 ટકા વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં 124.72 ટકા અને પોરબંદર જિલ્લામાં 124.24 ટકા વરસાદ નોંધાયો છે.
આ સાત જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સૌથી ઓછો 34.53 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોટાદમાં માત્ર 42.07 ટકા, અરવલ્લીમાં 42.92, દાહોદમાં 45.24, ગાંધીનગરમાં 48.08, અમદાવાદમાં 48.67 અને પંચમહાલ જિલ્લામાં 49.73 ટકા વરસાદ નોંધાયો છે.
Also Read –