છોકરા કરતાં છોકરીઓ કેમ હોય છે ભણવામાં હોશિયાર? જાણો સર્વેમાં શું જાણવા મળ્યું…

અમદાવાદ: આપણાં સમાજમાં શિક્ષણમાં લિંગ આધારિત અસમાનતાઓ અને વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓને સમજવા માટે ઊંડા ચિંતનની જરૂર છે. છોકરીઓની સરખામણીમાં ભારતીય સમાજમાં છોકરાઓને વધુ છૂટ મળે છે તેમ છતાં જોવામાં આવે તો શિક્ષણમાં છોકરીઓ છોકરાઓ કરતાં આગળ હોય છે. જો કે આ બાબત પાછળ ઘણા માનસિક, સામાજિક અને વ્યક્તિગત કારણો જવાબદાર છે.
Also read : Ahmedabad ના પૂર્વ-દક્ષિણ વિસ્તારની સુંદરતા વધશે, ખારી કટ કેનાલના સંપૂર્ણ વિકાસની દરખાસ્ત મંજૂર
સર્વેમાં રસપ્રદ તારણો
બોર્ડ હોય કે યુનીવર્સીટી અભ્યાસમાં મહિલા વિદ્યાર્થીનીઓ વધુ સફળ થાય છે તેની પાછળનું કારણ શોધવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની પીએચડીની વિદ્યાર્થીની વરુ જીજ્ઞાએ 2340 વિદ્યાર્થીનો પાસેથી માહિતી મેળવી સર્વે કરીને રસપ્રદ તારણો તારવ્યા હતા.
સ્ત્રીઓના મૂલ્યને ઓછું આંકવાની માનસિકતા છે પ્રેરણા
સર્વેમાં જાણવા મળ્યું હતું કે 91% વિદ્યાર્થીનીઓ માને છે કે વિદ્યાર્થીનીઓ અભ્યાસ બાબતે વધુ આત્મવિશ્વાસ ધરાવતી હોય છે. 81% વિદ્યાર્થીનીઓએ સ્વીકાર્યું હતું કે વિદ્યાર્થીનીઓ અભ્યાસ પ્રત્યે વધુ સમર્પિત હોય છે. આપના પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓના મૂલ્યને ઓછું આંકવામાં આવે છે અને 95.50% વિદ્યાર્થીનીઓએ સ્વીકાર્યું હતું કે આ બાબત જ તેમને વધુ મહેનત અને સમર્પણ સાથે અભ્યાસ કરવા પ્રેરે છે. સર્વેમાં 92% વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે છોકરીઓ માનસિક રીતે વધુ સ્થિર હોય છે અને તેથી, તેમનામાં એકાગ્રતા અને આત્મ-નિયંત્રણની ક્ષમતા હોય છે, જે તેમને શૈક્ષણિક ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે.
શિક્ષકો તરફથી વધુ માર્ગદર્શન મેળવે છે
વળી જ્યારે સ્ત્રીઓને પરિવાર તરફથી અભ્યાસની છૂટ આપવામાં આવે છે ત્યારે સમાજ અને પરિવાર છોકરીઓ પાસેથી સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખે છે અને તે માટે વિદ્યાર્થીનીઓ વધુ મહેનત કરતી હોવાનું 72.90% વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું. છોકરીઓ વધુ સારા પરિણામો પ્રાપ્ત કરે છે તેની પાછળ છોકરીઓ પર અભ્યાસ પ્રત્યે વધુ દબાણ અને જવાબદાર હોવાનું 63.10% વિદ્યાર્થીનીઓએ સ્વીકાર્યું હતું. 65% વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે છોકરીઓ વધુ શિસ્તબદ્ધ હોય છે અને શિક્ષકો તરફથી વધુ માર્ગદર્શન મેળવે છે, જે તેમના શિક્ષણ પર સકારાત્મક અસર કરે છે.
સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ
63.36% વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે છોકરીઓ તેમણે મળતા સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરે છે માટે તેઓ વધુ સફળ થાય છે. છોકરીઓની અભ્યાસ શૈલી વધુ વ્યવસ્થિત હોય અને તેઓ તેમના કાર્યો આયોજિત રીતે કરે છે, માટે સફળતા મેળવે છે એવું 56% એ જણાવ્યું હતું. સ્ત્રીઓ વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે અને વિવિધ વિગતો પર વધુ ધ્યાન આપે છે, જે તેમને સારી યાદશક્તિ રાખવામાં મદદ કરે છે તેવું 66.06% વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું.
Also read : Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…
વિવિધ પાસાઓ કારણભૂત
સ્ત્રીઓની યાદશક્તિ પુરુષો કરતાં વધુ સારી કેમ હોય છે તે પ્રશ્નનો જવાબ આપવા માટે, આપણે મનોવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના વિવિધ પાસાઓ કારણભૂત છે. જોકે “સ્ત્રીઓની યાદશક્તિ પુરુષો કરતાં વધુ સારી હોય છે” એમ કહેવું સંપૂર્ણપણે સાચું ન પણ હોય કારણ કે તે વ્યક્તિ અને સંજોગો પર આધાર રાખે છે, કેટલાક અભ્યાસો અને સંશોધનોએ સૂચવ્યું છે કે અમુક પરિસ્થિતિઓમાં સ્ત્રીઓની યાદશક્તિ વધુ સારી હોઈ શકે છે.
 
 
 
 


