અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ: 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા કર્યું e-KYC…
અમદાવાદ: નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડમાં e-KYC ની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પર બે અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : સાવધાન રહેજો! લગ્ન સમારોહ પર ગઠીયાઓની નજર, આ રીતે કરે છે લાખોની ચોરી
પુરવઠા મંત્રીએ આપી વિગતો
આ અંગે વિગતો આપતા પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2787 આમ કુલ 4376 જેટલી આધારકીટ કાર્યરત છે. e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1000 આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એસ.જી હાઈવે પર બનશે 5 ફૂટ ઓવરબ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ
આધારકાર્ડ સાથે કામગીરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.