આપણું ગુજરાત

ચેર વૃક્ષોનાં વાવેતર વિસ્તારમાં ગુજરાત બીજા ક્રમે:ડ્રોન દ્વારા બીજ નાખીને વાવેતરનો નવતર પ્રયોગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ચેર વૃક્ષનાં વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ર્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા ચેરનાં બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાસભા ગૃહમાં બોલતા વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, દેશભરમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધે અને તેનું સંરક્ષણ થાય તેવા લક્ષ્યાંક સાથે મિષ્ટી પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩-૨૪ થી ૫ વર્ષ માટે અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સહિત ૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરાયા છે જેમાં ગુજરાત ચેરનાં વૃક્ષોના જતન – સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે.

દરમિયાન કચ્છના અબડાસા તાલુકામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૭૦ હેક્ટર તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૩૫ હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. પટેલે પેટા પ્રશ્નોનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, આ માટે અબડાસામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૬૨.૧૮ લાખ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯૬ લાખનો ખર્ચ ચેરનાં વૃક્ષોના વાવેતર માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત જુલાઈ ૨૦૨૩માં કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં દ્વારકા ખાતે અંદાજે ૩૬૫ હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષો વાવવાનો પ્રારંભ કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કચ્છના અબડાસા ઉપરાંત લખપત, અંજાર અને મુન્દ્રા ખાતે અંદાજે કુલ ૬૦૦ ચો.કિ. મીમાં ચેરનાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. હાલમાં કેન્દ્રના મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વલસાડ અને ભરૂચના દરિયા કિનારે પણ ચેરના નવા વૃક્ષો ઉછેરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ ચેર વાવેતર યોજના, કેમ્પા વાવેતર અને ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા રેઈઝબેડ અને બીજ વાવેતર યોજના હેઠળ કુલ ૧,૬૬૦ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ. ૭૫૨.૮૬ લાખના ખર્ચે કુલ ૧૭૧.૬૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે કુલ ૯૬,૪૩૬ માનવ દિનની રોજગારી ઉપલબ્ધ થઈ છે. આમ એકંદરે છેલ્લા બે વર્ષમાં કુલ ૨,૩૫૫ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ. ૯૨૪.૬૮ લાખના ખર્ચે કુલ ૨૫૮.૮૪ લાખ ચેરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey