‘વન નેશન વન ટેક્સ’ હેઠળ અમને લાભ આપો: રાજકોટ ટ્રાવેલ એસોસિએશન

રાજકોટ: રાજકોટ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઓલ ઈન્ડીયા ટુરીસ્ટ પરમીટ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રાજકોટ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ ૨૦૨૧ માં વન નેશન વન ટેક્ષ હેઠળનો લાભ આપવામાં આવેલ છે.પરંતુ ગુજરાતમાં આર.ટી.ઓ.અધિકારી દ્વારા વન ટેક્ષ હેઠળનો લાભ વેલીડ નથી ગણતા.અને બસો ડીટેઈન કરી મેમો ફટકારવામાં આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ પોરબંદરની બસને પાંચ લાખ 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.જે સરકારના નિયમ વિરૂધ્ધનું કામ છે.
વન ટેક્ષ હેઠળનો લાભ અન્ય રાજયમાં ચાલે છે તો ગુજરાત રાજયમાં આર.ટી.ઓ.અધિકારી દ્વારા શા માટે કરવામાં આવે છે.સરકાર વન નેશન વન ટેક્ષ જે લઈ આવ્યા છે તે ખુબજ સરાહનીય નિર્ણય છે. પરંતુ અધિકારીઓ આ રીતના દંડ ફટ કરી રહ્યા છે તે યોગ્ય નથી.
આરટીઓ અધિકારીઓ નિયમોનું યોગ્ય જ્ઞાન મેળવી અને પાલન કરે તેવું નિવેદન ટ્રાવેલ એસોસિએશને કર્યું હતું.