અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

Gujarat પર ત્રણ સિસ્ટમ સક્રિય, 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. જેમાં રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં કેટલાક ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડુતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. રાજ્યના તમામ જિલ્લામાં 28મી ઓગસ્ટ સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

આજે રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવાર ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે ભરૂચ અને વડોદરામાં ભારે વરસાદની અગાહી

ગુજરાતમાં સોમવારે જન્માષ્ટમીના દિવસે ભરૂચ અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ અપાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

મંગળવારે રાજ્યભરમાં વરસાદની અગાહી

27મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ચોથા દિવસે બુધવારે સુરેન્દ્રનગર અને મોરબી માટે અતિભારે વરસાદની શક્યતા છે.

28 અને 29મી ઓગસ્ટે સૌરાષ્ટ્રમા એલર્ટ

28મી તારીખે અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29મી ઓગસ્ટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…