ગુજરાતમાં ભારે વરસાદથી 950 MSMEને મોટું નુકસાન, 368 કરોડની સહાય
ગાંધીનગરઃ હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી કે, ગુજરાતમાં ભારે વરસાદથી 950 લઘુ, નાના અને મધ્યમ એકમો (MSME)ને ભારે નુકસાન થયું છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા 368.11 કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતની કોર્ટમાં 15 લાખથી વધુ કેસનો ભરાવોઃ જ્યુડિશિયલ ઓફિસરની 535 જગ્યા ખાલી
પરિમલ નથવાણાની પ્રશ્નના જવાબમાં એમએસએમઈ રાજ્યમંત્રીએ લેખિત જવાબ આપતાં કહ્યું, ગુજરાત સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ ચોમાસામાં ભારે વરસાદથી રાજ્યમાં 958 ઔદ્યોગિક એકમોને અસર થઈ હતી. ઉપરાંત વરસાદ અને પૂરથી થયેલા નુકસાન બદલ ગુજરાત સરકારે 368.11 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી.
આ પણ વાંચો: મોરબીમાંથી તલાટી મંત્રી રૂ. 4000ની લાંચ લેતા ઝડપાયો, વકીલે પાડ્યો ખેલ
રાજ્યમાં ચોમાસા દરમિયાન પડેલા મૂશળધાર વરસાદના કારણે વડોદરા જિલ્લામાં આવેલા એમએસએમઈને સૌથી વધુ નુકસાન થયું હતું. સપ્ટેમ્બરમાં ગુજરાત સરકારે આ જિલ્લામાં પૂર અને ભારે વરસાદથી અસર પામેલા એમએસએમઈ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી.