આપણું ગુજરાતઉત્તર ગુજરાત

Gujaratમાં આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતના(Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સરર્ક્યુલેશનની અસર સક્રિય થવાની હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે સોમવારે ઉત્તર ગુજરાતના ચાર જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સોમવારે 9મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું 30-40 કિમી પ્રતિ કલાક આવવાની સંભાવના છે.

આગામી દિવસોમાં લો-પ્રેશરના અસરથી વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યુ મુજબ ગુજરાતમાં આગામી કેટલાક દિવસો દરમિયાન લો-પ્રેશરના લીધે રાજ્યના કેટલાક વિસ્તારોને અસર કરનારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો તેના કારણે 13થી 15મી સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા છે.

10મી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લામાં હળવો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુજબ 10મી સપ્ટેમ્બરના મંગળવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button