આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં અષાઢી બીજનું શુકન સચવાયું: કચ્છ-સૌરાષ્ટ્રમાં સહિત ૧૪૫ તાલુકામાં વરસાદ પડ્યો…

અમદાવાદ: કચ્છી નુતન વર્ષ અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતો વરસાદ પડ્યો હતો. અષાઢી બીજના દિવસે જ રાજ્યના ૧૪૫ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં ૨.૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, કચ્છ જિલ્લાના માંડવીમાં ૨.૩૨ ઇંચ, વલસાડના પારડીમાં ૧.૭૭ ઇંચ, જામ ખંભાળિયામાં ૧.૫ ઇંચ, વાપી અને ઉમરગામમાં ૧.૩ ઇંચ, વઘઇમાં ૧.૨૨, વ્યારામાં ૧.૧૪ ઇંચ અને વલોડમાં ૧.૧ વરસાદ પડ્યો હતો.

ડાંગના સુબીર અને જુનાગઢના માંગરોળમાં ૦.૯૮ ઇંચ, સુરતના માંગરોળમાં ૦.૯૪ ઇંચ, તાલાલામાં ૦.૯૧ ઇંચ, કપરાડામાં ૦.૮૩ ઇંચ, સુરત શહેર અને ચોર્યાસીમાં ૦.૭૫ ઇંચ, નવસારીના ખેરગામમાં ૦.૭૫ ઇંચ, ડાંગ આહવા અને ગીર ગઢડામાં ૦.૭૧ ઇંચ, હાલોલ, કામરેજ, બારડોલી અને સુત્રાપાડામાં ૦.૬૭ ઇંચ, દાંતા અને નવસારીમાં ૦.૬૩ ઇંચ, ધરમપૂર અને દેડિયાપાડામાં ૦.૫૯ ઇંચ, બોડેલીમાં ૦.૫૫ અને આંકલાવ, વલસાડ, સોનગઢ અને કોડીનારમાં ૦.૫૧ વરસાદ પડ્યો હતો.

જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો
છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ત્યારે ગીરનાર અને દાતાર પર્વત પર પણ છેલ્લા બે દિવસથી વરસાદ પડ્યો હતો. તેના કારણે જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. ચારેબાજુ પર્વતથી ઘેરાયેલા વિલીંગ્ડન ડેમ ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાનો જીવાદોરી સમાન વણાકબોરી વિયર ૨૨૨.૭૫ ફુટે ઓવરફ્લો થયો હતો.

કચ્છી નુતન વર્ષ અષાઢી બીજ પર કચ્છના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. અબડાસાના લાખણીયા પાસે નદી પર પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાયો હતો. શુક્રવાર સાંજે ભુજ શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેથી કાર્નિવલ શરૂ થવાને લઈ ચિંતા ફેલાઈ છે. અષાઢી બીજના દિવસે પડેલા વરસાદને ચોમાસાની ઋતુ સારી રહેવાનો સંકેત માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button