ગુજરાતમાં જૂન માસ સુધીમાં જ સિઝનનો 32 ટકા વરસાદ પડયો,10 વર્ષનો રેકોર્ડ તોડયો…

ગાંધીનગર : ગુજરાત જુલાઇ માસની શરૂઆતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજયમાં જૂન મહિનાના 29 દિવસમાં સુધીમાં સિઝનનો 32 ટકા વરસાદ પડ્યો છે. જેને જૂન મહિનામાં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે રાજ્યભરમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 34 ટકા વરસાદ પડ્યો છે. જો આપણે 1995 થી 2024 સુધી રાજ્યમાં વરસાદના રેકોર્ડ પર નજર કરીએ તો, આ વર્ષે રવિવાર સવાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 882 મીમી છે. રાજ્યમાં સરેરાશ 278 મીમી વરસાદ પડ્યો છે. જે આ સિઝનમાં અંદાજિત સરેરાશ વરસાદના 31.62 ટકા છે. છેલ્લા 10 વર્ષમાં, જૂન મહિનામાં સૌથી ઓછો 3.71 ટકા વરસાદ 2016 માં નોંધાયો હતો. જ્યારે આ વર્ષે 2025 માં સૌથી વધુ 31.62 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.25 ટકા વરસાદ પડ્યો છે. આ પ્રદેશમાં સરેરાશ વરસાદ 1490 મીમી છે, જેની સરખામણીમાં 29 જૂન સુધીમાં 510 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં 805 મીમીના સરેરાશ વરસાદની સરખામણીમાં અત્યાર સુધીમાં 268 મીમી વરસાદ પડ્યો છે. જે 33.35 ટકા છે. સૌરાષ્ટ્રમાં 748 મીમીના સરેરાશ વરસાદની સરખામણીમાં અત્યાર સુધીમાં 241 મીમી વરસાદ પડ્યો છે. જે 32.32 ટકા છે. કચ્છમાં 483 મીમીના સરેરાશ વરસાદની સરખામણીમાં અત્યાર સુધીમાં 139 મીમી અને ઉત્તર ગુજરાતમાં 719 મીમીના સરેરાશ વરસાદની સરખામણીમાં 169 મીમી વરસાદ પડ્યો છે. આ પાંચ પ્રદેશોમાંથી ત્રણ પ્રદેશોમાં જૂન મહિનામાં જ 30 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
26 તાલુકાઓમાં 500 મીમીથી વધુ વરસાદ
રાજ્યના 251 તાલુકાઓમાંથી 26 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 500 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. એક તાલુકો એવો પણ છે જ્યાં 1000 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 89 તાલુકાઓમાં 250 મીમીથી વધુ વરસાદ પડ્યો છે અને એટલી જ સંખ્યામાં તાલુકાઓમાં 125 મીમીથી વધુ વરસાદ પડ્યો છે.
વર્ષ 2025ના સિઝનનો 32 ટકા વરસાદ પડ્યો
દસ વર્ષમાં જૂનના માસમાં 29 દિવસમાં વરસાદ ના રેકોર્ડની વાત કરીએ તો, વર્ષ 2015 માં 172 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે સિઝનનો 3 .71 ટકા હતો. વર્ષ 2017 માં 105 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે સિઝનનો 7.42 ટકા હતો. વર્ષ 2019 માં 108 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે સિઝનનો 14.34 ટકા હતો. વર્ષ 2021 માં 119 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે સિઝનનો 7.22 ટકા હતો. વર્ષ 2023 માં 154 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે સિઝનનો 08.05 ટકા હતો. જયારે વર્ષ 2025 માં 278 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે સિઝનનો 31.62 છે.