ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા: રાજ્યના ૭૧ જળાશયોમાં ૫૦% થી ઓછો જળસંગ્રહ | મુંબઈ સમાચાર

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા: રાજ્યના ૭૧ જળાશયોમાં ૫૦% થી ઓછો જળસંગ્રહ

અમદાવાદ: રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે સોમવાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર ૬૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહત્તમ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના ૯૩ તાલુકામાં રાજ્યનો સરેરાશ 2.33 મિમિ વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના ૧૫૮ તાલુકાઓમાં 0-૫૫ મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગર, સાબરકાંઠા, નવસારી, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જાણો હવામાન વિભાગની આગાહી

સરદાર સરોવર નર્મદા ડેમનો હાલનો સંગ્રહ ૨૬૦૪૧૭ એમસીએફટી સુધી પહોંચ્યો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૭.૯૫ ટકા છે. નર્મદા ડેમમાં પાણીની આવક ૭૧૭૭૭ ક્યુસેક હતી છે અને નદીમાં પાણીની જાવક 1.37 લાખ ક્યુસેક નોંધાઈ છે, કેનાલમાં પાણીની જાવક 4,190 ક્યુસેક ૯૪૫૯૦ નોંધાઈ હતી. હાલ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૮૩૦૨૭ એમસીએફટી જેટલો જળસંગ્રહ નોંધાયો હતો, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૮.૬૩ ટકા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની વિગતો અનુસાર રાજ્યના ૨૯ ડેમ 100 ટકા ભરાયેલા છે, જયારે ૬૯ ડેમ 70 ટકાથી 100 ટકા જેટલા ભરાયેલા છે, 37 ડેમ ૫૦ ટકાથી 70 ટકા સુધી ભરાયેલા છે, જયારે 71 જળાશયોમાં ૫૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે. રાજ્યના ૫૧ ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે ૨૩ ડેમ એલર્ટ પર તેમજ 24 ડેમ વોર્નિંગ પર છે.

આ પણ વાંચો: ભારે આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 34 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ…

અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ ૬૩.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષીણ ગુજરાતમાં ૬૭.૫૫ ટકા, જયારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનુક્રમે ૬૬.૦૯ ટકા અને ૬૬.૧૨ ટકા વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનુક્રમે ૫૫.૪૩ ટકા અને ૬૪.૧૬ ટકા વરસાદ નોંધાયો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button