Gujarat માં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના લોધિકામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
| Also Read: Monsoon 2024 : હવામાન વિભાગે કરી આ રાજ્યોમાં વરસાદની આગાહી, ચેન્નાઈમાં વહેલી સવારથી વરસાદ
17મી ઓક્ટોબરે પણ વરસાદની આગાહી
રાજ્યમાંસતત વરસી રહેલા વરસાદને પગલે કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મી અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની વધી ચિંતા
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ કપાસ, મગફળી, તલ સહિતના પાક તૈયાર થવા આવ્યા છે ત્યારે વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા છે.
| Also Read: Jammu Kashmir માં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, કોંગ્રેસ હાલ સરકારમાં સામેલ નહિ થાય
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આ16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે