Rain in Gujarat: ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. છઠી જુલાઈ 2024 સુધીમાં આઠ ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ગત છઠ્ઠી જુલાઈ 2023માં સિઝનનો 35.50 ટકા વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો:
મળતી માહિતી મુજબ રાજ્યમાં વર્ષે 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા રસાદ વરસી ગયો છે, આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. છઠ્ઠી જુલાઈ 2023માં કચ્છમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 50.34 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.
જિલ્લા મુજબ સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ:
રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે. સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઈંચ જ વરસાદ નોંધાયો છે.
Also Read –