અમદાવાદઆપણું ગુજરાત

ગુજરાતમાં એક અઠવાડિયા વરસાદનું એલર્ટ; આજે દાહોદ, નર્મદા સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના…

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનાં લાંબા વિરામ બાદ બુધવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. જેના કારણે લોકોને બફારામાંથી આંશિક છૂટકારો મળ્યો છે. ખંભાતના અખાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયા માટે તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજ્યમાં એક અઠવાડિયા વરસાદનુ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક અઠવાડિયા રાજ્યના હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં શુક્રવારે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રવિવાર અને સોમવારની અગાહી

રવિવારે દાહોદ,મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સોમવારે વડોદરા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીરસોમનાથ, દીવ, કચ્છ, ગાંઘીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો