Gujarat માં આજે મધ્યમ વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામા મેઘમહેર

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) હવે વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જેમાં મહેસાણા, પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
| Also Read: Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર
છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ
જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. જેમાં નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, આણંદમાં ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.6 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, ડભોઈમાં 2.2 ઈંચ, હાલોલ અને ડોલવણમાં 2 ઈંચ, વલોડમાં 1.8 ઈંચ, સુબીરમાં 1.7 ઈંચ, મહુવામાં 1.6 ઈંચ, વાંસદામાં 1.6 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ, સાવલીમાં 1.5 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, પેટલાદમાં 1.4 ઈંચ, મોરવા હડફમાં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે.
સિઝનનો સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં તમામ ઝોનમાં 50 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ સહિત સાત જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી.