આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં વરસાદનું જોર ઘટ્યું, આજે હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)પરથી વરસાદી સિસ્ટમ દૂર થતા આજથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

સિસ્ટમો દૂર થતાં વરસાદના જોરમાં ઘટાડો
 
ગુજરાતની ઉપર બનેલી વરસાદી સિસ્ટમો દૂર થતાં વરસાદના જોરમાં  ઘટાડો થયો છે, જોકે, વરસાદ હજુ ગયો નથી. હવામાન વિભાગે ચાલુ અઠવાડિયાના અંતમાં તથા આગામી અઠવાડિયામાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

આજે હળવા વરસાદની આગાહી

આજે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળશે

રાજ્યમાં વરસાદ ઘટવાની સાથે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જેમાં અમદાવાદમાં શનિવારે ઉઘાડ નીકળ્યો હતો. હવે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવે તો રાજ્યમાં વરસાદની એક્ટિવિટી શરુ થઈ શકે છે

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત