ગુજરાતમાં સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ વચ્ચે 35 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ | મુંબઈ સમાચાર

ગુજરાતમાં સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ વચ્ચે 35 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ

અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.81 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.25 ટકા, પૂર્વ મધ્યમાં 64.82 ટકા, કચ્છમાં 64.16 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 65.73 ટકા ભરાયો છે. રાજ્યમાં 31 ડેમ 100 ટકા ભરાયેલા છે. 63 ટકા 70 થી 100 વચ્ચે, 39 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 38 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 35 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 51 ડેમ હાઈ એલર્ટ, 23 ડેમ એલર્ટ અને 20 ડેમ વોર્નિંગ પર છે.

રાજયમાં હાલ વરસાદે વિરામ લીધો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં માત્ર 19 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં 0.79 ઈંચ, કપરાડામાં 0.43 ઈંચ, માંડવીમાં 0.16 ઈંચ વરસાદ નોંધાયો હતો.3

આ પણ વાંચો: રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદઃ 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે . આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. બીજી તરફ ભારે પવનને લઈને હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં માછીમારોને 3 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા આઈએમડી દ્વારા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ પંચાયત હસ્તકના 84 સહિત કુલ 93 રોડ રસ્તા બંધ છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button