મેઘરાજાની મહેર: રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

મેઘરાજાની મહેર: રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૯૨.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૯૬.૯૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૬.૯૧ ટકા, પૂર્વ-મધ્યમાં ૯૩.૭૯ ટકા, કચ્છમાં ૮૫.૧૪ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૪.૭૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું હતું.

૧૧૩ ડેમ હાઈએલર્ટ પર

100 dams in the state on high alert, 28 on alert and 17 on warning alert

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં ૮૨ ડેમ ૧૦૦ ટકા, ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે જ્યારે ૧૭ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

૯૬.૨૯ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર

વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ, અંબાલાલે કહ્યું હજુ ગરમીનું રાજ યથાવત રહેશે

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ કુલ ૯૬.૨૯ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.

માછીમારોને ૭ સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪ જિલ્લાના ૧૫૮ તાલુકામાં સરેરાશ ૧૨ મી.મીથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને તા. ૦૪ થી ૦૭ સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા પણ IMD દ્વારા જણાવાયું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button