Weather: ગુજરાત પર હજી પણ વરસાદનો ખતરો, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે Red Alert

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગુજરાત જળબંબાકાર થયું છે. જેમાં વડોદરા અને જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે ગુજરાત ઉપર હજી પણ વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી ભારે છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
| Also Read: Gujarat ને મળશે ભારે વરસાદથી રાહત, ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા
કચ્છ સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડશે. જેમાં આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ તેમજ કચ્છમાં આજે વરસાદ ખાબકી શકે છે.
| Also Read: કચ્છમાં સામાન્ય વરસાદ: હમીરસર તળાવ છલકાવવાને આરે, વધાવવા તૈયાર રહેજો!
વડોદરા, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આ ઉપરાંત પાટણ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.