આપણું ગુજરાત

Gujarat માં આગામી અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વિધિવત રીતે ચોમાસું(Monsoon 2024)બેઠું છે. જેમાં રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)પડ્યો છે. તેમજ આગામી અઠવાડિયા દરમ્યાન પણ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર- સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ જામનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ ઉપરાંત ગાંધીનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ રાજકોટમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ

જ્યારે છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ પડયો છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ફક્ત 4.24 ટકા વરસાદ થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button