ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ…

અમદાવાદ : ગુજરાતમાં વરસાદના શરુ થયેલા નવા રાઉન્ડે જનજીવનને વ્યાપક અસર કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ નદીઓમાં પણ પાણીની આવક વધી છે.
જયારે ડેમમાં પણ પાણીની આવક વધતા તેને ખોલવાની ફરજ પડી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં કપરાડામાં 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ વરસ્યો છે.
50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો
જયારે બોટાદમાં 3.50, સાબરકાંઠાના પોશિનામાં 3.25, રાજકોટના પડધરીમાં 3.15, સાબરકાંઠાના તલોદ, અમદાવાદના સાણંદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટના જામકંડોરણામાં 2.85 ઈંચ , 2.75 ઈંચ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ, 2.60 ઈંચ સાથે અરવલ્લીના બાયડ-વલસાડના ઉમરગાંવનો સમાવેશ થાય છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો
પાંચ જીલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે તાકીદની બેઠક યોજી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુદ્દે રાજ્ય સરકાર પણ સતર્ક છે. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વરસાદ અંગે નિવેદન આપતા કહ્યું કે, અમે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વધુ ગંભીર છીએ.
આ માટે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ કરી હતી. વરસાદના કારણે ઉદ્ભવેલ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો…અમદાવાદની સાબરમતી નદીમાં ભારે પુરની શક્યતા, રિવર ફ્રન્ટ પર ન જવા અપીલ…