Ahmadabad શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું (Monsoon 2024)ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની (Rain)આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ(Ahmadabad)શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના પગલે આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું નવસારી સ્થિત થયું હતું તેની બાદ ધીરે ધીરે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. તેમજ હાલ રાજસ્થાન તરફના સક્રિય સાયકલોનીક સરકયુલેશનના પગલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડાંગ, વલસાડ,નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત રાજ્યમાં ડાંગ, વલસાડ,નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી
Also Read: હવે જવાહર કોના ? Jawahar Chavdaના વિડીયોથી રાજકારણમાં આંધીના એંધાણ
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગરમાં વરસાદની આગાહી
જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર,આણંદ ખેડા, પાટણમાં વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા, અરવલ્લી, , મહીસાગર, પંચમહાલ, દાહોદમાં આગાહી છે.