ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની 'એક્સ્ટ્રા ઈનિંગ્સ': ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 4 દિવસ વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની ‘એક્સ્ટ્રા ઈનિંગ્સ’: ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં વરસાદની વિદાયના સમયે ફરીથી અમુક જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગની આગાહીને પગલે કપાસ અને મગફળીના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો કે રાજ્યના જુદા જુદા જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 19મી સપ્ટેમ્બર સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મહીં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદનું ગ્રહણ

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 18 અને 19 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ મગફળીની લણણીની મોસમ ચાલી રહી હોય, હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button