Gujarat માં સાર્વત્રિક મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં શુક્રવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આકાશી આફત સામે રાહત કામગીરી મિશન મોડમાં: 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકનો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા આઠ ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ, અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ભેંસાણમાં બે ઈંચ, લોધિકામાં પોણા બે ઈંચ, નખત્રાણામાં પોણા બે ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ, ચુડામાં દોઢ ઈંચ, ચોટીલા, ધોલેરામાં સવા સવા ઈંચ, દાંતીવાડામાં સવા ઈંચ, ભિલોડામાં સવા ઈંચ, ચીખલીમાં સવા ઈંચ વરસાદ વરસયો હતો જ્યારે પોશીના, સુબીરમાં એક- એક ઈંચ, બોડેલી, બેચરાજીમાં એક-એક ઈંચ, સરસ્વતી, ઈડર, મોરબીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
કચ્છ અને સૌરાષ્ટ્ર આજે વાવાઝોડાનો ખતરો
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે ત્રણ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Saurashtra Rain: પરબટાણે જામનગરમાં વરસી તારાજી! જિલ્લામાં સરેરાશ 40 ઇંચ વરસાદ
કચ્છમા તંત્ર એલર્ટ થયું
કચ્છમાં વાવાઝોડાના ખતરાને પગલે તંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડાને પગલે કચ્છના દરિયા કિનારે તીવ્ર ગતિએ પવન ફૂંકાશે. કચ્છના મોટાભાગના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને લીધે વીજ વાયર તૂટ્યા છે અને વૃક્ષો ધરાશાયી થયા છે . જ્યારે વહીવટીતંત્ર દ્વારા કાચા મકાનો, ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે.