Gujarat માં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, વાલિયામાં 11.7 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. જેમાં રાજયમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ વરસાદ પડ્યોછે. સોમવારે ભરૂચ, તાપી ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.
ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ વરસાદ
જેમાં ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ, સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.