આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સમગ્ર Gujarat માં વરસાદની જમાવટ, હજુ છ દિવસ રહેશે વરસાદી માહોલ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં(Gujarat)આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ

આજે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સહિત મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત કુલ નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, વલસાડ અને કેન્દ્ર સાશિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

| Also Read: Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં મેઘમહેર; સૌથી વધુ વરસાદ આણંદ અને વડોદરામાં

અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમા કેટલાક વિસ્તારોમા યલો એલર્ટ છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે કાલથી ત્રણ દિવસ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…