આપણું ગુજરાત

Heavy Rain Alert in Gujarat: ગુજરાત માટે બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 11 જિલ્લાઓમાં એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ધીમુ(Rain in Gujarat)પડ્યુ છે. ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે લગભગ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયુ છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 10મી જુલાઈથી 14મી જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિાયન રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે મંગળવારે તમામ જિલ્લામાં ગાજવીજ થવાની શક્યતા દર્શાવામાં આવી છે. જેમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે માછીમારો માટે પાંચ દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ છે અને એક ટ્રફ પણ છે. જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગની અગાહી મુજબ દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને કારણે ભારે વરસાદ આવશે. આગામી દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.

આ વચ્ચે રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે રાહત કમિશનરની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી પર ચર્ચા થશે અને અત્યાર સુધી થયેલા માનવ અને પશુ મૃત્યુની વિગતો પર સમીક્ષા થશે. મહેસૂલ, માર્ગ-મકાન તથા હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે. ઉપરાંત, કેન્દ્રીય એજન્સીનાં કેટલાક અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે.

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે કચ્છ (Kutch), મોરબી, સુરેન્દ્રનગર, જાનગર, રાજકોટ (Rajkot), અમરેલી સહિત સૌરાષ્ટના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની સંભાવના (Rain in Gujarat) છે. જ્યારે 10 થી 14 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button