અતિવૃષ્ટિ સહાય માટે ગુજરાત સરકારે કેન્દ્રને કોઇ રજૂઆત કરી હોવાનો સંસદમાં ખુલાસો
ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિથી રાજ્યના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાય હતી તેમ છતાં ગુજરાત સરકારે નુકસાની માટે માગણી કરતું આવેદન કેન્દ્રને સરકારને સોંપ્યું જ ન હોવાનો ખુલાસો થયો છે. જેના લીધે રાજ્યના ખેડૂતોને સરકાર તરફથી જે નુકસાનીના વળતર પેટે જે સહાય મળવાપાત્ર છે તે મળી નથી. રાજ્યસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નમાં જવાબ કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો.
સરકારની ગુનાઈત બેદરકારી
શક્તિસિંહ ગોહિલે આ અંગે કહ્યું હતું કે, આ વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે, ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા આંકડા મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માગણી કરવી જોઈતી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આપેલા જવાબ પરથી ફલિત થાય છે કે, ગુજરાત સરકારે કોઈ આવેદન આપ્યું નથી કે માગણી કરી નથી, જે ગુનાઈત બેદરકારી છે. ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા હોય, કેન્દ્રમાંથી સહાય મળતી હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને વડાપ્રધાન પણ ગુજરાતના છે ત્યારે મોસાળમાં લગ્ન અને મા પીરસનારી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈતો હતો, એના બદલે માગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપીને ગુજરાતની ભાજપ સરકારે જનતાને ઘોર અન્યાય કર્યો છે તેનું ભારોભાર દુઃખ ગોહિલે વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો : લો હવે ગુજરાતમાં નકલી મેડીકલ ડિગ્રી વેચવાનું કૌભાંડ પકડાયું, સુરત પોલીસે 14 લોકોની ધરપકડ કરી
સહાયમાં ખેડૂતોની મજાક ઉડાડી
આ અંગે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ એક વીડિયોના માધ્યમથી જાણકારી આપતા જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી ગઈ હોવાનો તેમણે આરોપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વારંવાર ખેડૂતો દ્વારા અને અલગ અલગ સંગઠનો અને આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. ત્યારબાદ ખેડૂતો માટે સહાયની જાહેરાતો તો થઈ પરંતુ ખેડૂતોની મજાક ઉડાવવામાં આવતી હોય તેવી સહાય ચૂકવવામાં આવી હતી.
રાજૂ કરપડાએ જણાવ્યું હતું કે તેમણે જાણી જોઈને નુકસાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા, જાણી જોઈને અમુક તાલુકાઓને વંચિત રાખવામાં આવ્યા અને જાણી જોઈને અમુક ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા છે. અને હાલ રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો કે શું રાજ્ય સરકાર દ્વારા વધારાના ફંડ માટે કેન્દ્ર સરકાર પાસેથી ફંડ માંગવામાં આવ્યું છે કે નહીં? એન ડી આર એફ પાસે ગ્રાન્ટ માગવામાં આવી છે કે નહિ? ત્યારે જવાબ આપવામાં આવ્યો કે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ કોઈપણ રજૂઆત કરવામાં આવી નથી કે વધારે પૈસાની માંગ પણ કરવામાં આવી નથી.