આપણું ગુજરાત

ગુજરાતમાં રેલવેના વિકાસ માટે આટલા કરોડની ફાળવણી, 87 સ્ટેશનો અમૃત સ્ટેશન બનશે

ગાંધીનગરઃ ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ (Railway projects in Gujarat)માટે ફાળવણીમાં જંગી વધારો કરી આ વર્ષે રૂ. 8743 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2024-25ની જોગવાઈઓ અંગે માહિતી આપતા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Ashvini Vaishnav)એ જણાવ્યું હતું કે, વર્ષ 2009-2014 દરમિયાન રૂ. 589 કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીમાં ગુજરાત માટેના ખર્ચમાં આશરે 15 ગણો વધારો થયો છે. ગુજરાતમાં રૂ. 30,826 કરોડની કિંમતના 2,948 કિમીને આવરી લેતા (નવા ટ્રેક) સહિત 42 પ્રોજેક્ટ ચાલુ છે.

રાજ્યના 87 અમૃત સ્ટેશનોની માહિતી

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતના 87 સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે તેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા જંકશન, બોટાદ જંકશન, ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઇ જંકશન, દાહોદ, ડાકોર, ડેરોલ, ધ્રાગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જંકશન, ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામ વંથલી, જામનગર, જુનાગઢ જંકશન, કલોલ જંકશન, કાનાલુસ જંકશન, કરમસદ, કેશોદ, ખંભાળિયા, કીમ, કોસંબા જંકશન , લખતર, લીંબડી, લીમખેડા, મહેમદાવાદ ખેરા રોડ, મહેસાણા જંકશન, મહુવા, મણિનગર, મીઠાપુર, મિયાગામ કરજણ જંકશન, મોરબી, નડિયાદ જેએન, નવસારી, નવા ભુજ, ઓખા, પડધરી, પાલનપુર જંકશન, પાલિતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ જંકશન, રાજુલા જંકશન, સાબરમતી બીજી, સાબરમતી એમજી, સચિન, સામખિયાળી, સંજાણ, સાવરકુંડલા, સાયનસિદ્ધપુર, સિહોર જંકશન, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉદવાડા, ઉમરગાંવ રોડ, ઊંઝા, ઉતરણ, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ અને વિશ્વામિત્રીનો સમાવેશ થાય છે.

ગુજરાત રેલવેમાં 2014થી 24 દરમિયાન 300 કિમીનું વિદ્યુતીકરણ:

ટ્રેકના વિકાસમાં 2009-14 દરમિયાન 132 કિમીની સરખામણીમાં 2014-2024 દરમિયાન 224 કિમી જ્યારે ગુજરાતમાં 2009-14 દરમિયાન માત્ર 13 કિમીની સરખામણીમાં 2014-24 દરમિયાન 300 કિમીનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, 2014 થી ગુજરાતમાં 989 રેલ ફ્લાયઓવર અને અન્ડર-બ્રિજ બનાવવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ