આપણું ગુજરાતટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

Gujarat નું ગૌરવ વધ્યું, ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને UNESCOની યાદીમાં સ્થાન

અમદાવાદ : ગુજરાતના(Gujarat) ભુજના સ્મૃતિવન( Smrutivan)ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું

ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે. 2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું.

ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી

ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્‌ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા

આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમજ સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. જ્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે ” હું કચ્છીઓની ખુમારીને વંદન કરું છું. સૌ કચ્છી ભાઇ-બહેનોને, સ્મૃતિવનનાં નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી ટીમને અભિનંદન પાઠવું છું, સૌ ગુજરાતીઓને પણ અભિનંદન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button