આપણું ગુજરાત

ગુજરાતમાં વધુ ફી વસૂલવા બદલ છ સ્કૂલોને 2.50 લાખ સુધીનો ફટકારવામાં આવ્યો દંડ…

અમદાવાદઃ ગુજરાતમાં ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને 2.50 લાખ રૂપિયા સુધીનો દડ ફટકારવામાં આવ્યો હતો. આંકડાઓ અનુસાર, 2024 માં ફી વધારવા માટે અરજી કરનાર 10% શાળાઓમાંથી, આ વર્ષે આ સંખ્યા 15% સુધી પહોંચી ગઈ છે. રાજ્ય સરકારે લીધેલા પગલાંમાં, જામનગરની શ્રી પીવી મોદી હાઇસ્કૂલને સૌથી વધુ રૂ. 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વડોદરાની વિબગ્યોર હાઇ ઇન્ટરનેશનલ સ્કૂલને રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારબાદ અમરેલીની શ્રી વિવેકાનંદ સ્કૂલ અને ભાવનગરની હનુમંત સ્કૂલને રૂ. 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં, છેલ્લા બે વર્ષમાં વિદ્યાનગર પ્રાથમિક અને ઉચ્ચ શાળાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાખાઓને રૂ. 70,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

જોકે, રાજ્ય સરકાર દ્વારા જાળવવામાં આવેલા અને ગયા મહિને પૂર્ણ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરાયેલા ડેટા મુજબ, 2023-24માં FRC દ્વારા 19 સેલ્ફ ફાયનાન્સ સામે વધુ ફી વસૂલવાની ફરિયાદો મળી હતી. આ બધી ફરિયાદોનું નિવારણ ઝોનલ એફઆરસી દ્વારા કરરવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી, 2025 સુધી, ખાનગી શાળાઓ સામે વધુ ફી વસૂલવા બદલ 16 ફરિયાદો મળી હતી. આમાંથી, 13 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ફી સામે અન્ય શાળાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો માન્ય હોવાનું જાણવા મળ્યું છે. બાકીની ત્રણ ફરિયાદોની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ (ફી નિયમન) અધિનિયમ 2017 મુજબ, કોઈપણ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ કોઈપણ ધોરણ અથવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે FRC દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં વધુ ફી વસૂલ કરી શકશે નહીં. ખાનગી શાળાઓને પ્રથમ ઉલ્લંઘન માટે રૂ. 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. નિયમોમાં જણાવાયું છે કે શાળા ફીમાં વધારા માટે, ખાનગી શાળાએ કાયદા અને નિયમોની જોગવાઈઓ અનુસાર નિર્ધારિત સમય મર્યાદામાં FRC ને અરજી કરવી જરૂરી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સમય મર્યાદા કરતા ઓછી ફી વસૂલતી શાળાઓએ ફક્ત પેનલ સમક્ષ સોગંદનામું રજૂ કરવાનું રહેશે.

આપણ વાંચો: ગોવા, વારાણસીની જેમ હવે અમદાવાદની 25 લાખ મિલકતો પર મનપા QR લગાવશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button