આપણું ગુજરાત

Gujarat ના પોરબંદરમાં વહેલી સવારથી ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રવિવારે સવારે ધીમી શરૂઆત કર્યા બાદ મેઘરાજાએ બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. 13 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસયો હતો. આ સાથે જ વલસાડના ઉમરગાંવમાં આઠ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

પોરબંદરવાસીઓની હાલત ફરી કફોડી

પોરબંદરમાં એક દિવસના વિરામ બાદ સોમવારે વહેલી સવારથી ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં એક દિવસના વિરામ બાદ પણ ઘરમાં ભરેલા પાણી ઓસરિયા નથી ત્યાં ફરી વરસાદ શરૂ થઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સવારે છ વાગે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં વરસાદ

ગુજરાતમાં આજે સોમવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગાંવમાં આઠ ઈંચથી વધુ, કામરેજમાં 6.3 ઈંચ, પલસાણામાં 6.25 ઈંચ, સુરત શહેરમાં 5.74 ઈંચ, નિઝરમાં 5.55 ઈંચ, મહુવામાં પાંચ ઈંચ, નવસારીમાં 4.8 ઈંચ, અંકલેશ્વરમાં 4.5 ઈંચ, પારડીમાં 4.3 ઈંચ, ઓલપાડમાં 4.2 ઈંચ, બારડોલીમાં 4.1 ઈંચ, પાટણ-વેરાવળમાં ચાર ઈંચ અને ગણદેવીમાં ચાર ઈંચમાં વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ખંભાતમાં 98 મીમી, ઉમરપાડામાં 94 મીમી, કપરાડામાં 93 મીમી, જામજોધપુરમાં 92 મીમી, વલોડમાં 85 મીમી, ધોળકામાં 84 મીમી, જામનગરમાં 80 મીમી, વિસાવદરમાં 79 મીમી, જલાલપોરમાં 78 મીમી વરસાદ વરસ્યો છે. આ સાથે જ રાજ્યમાં 128 તાલુકામાં સામાન્યથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વેરાવળમાં વરસાદના પાણી ભરેલાં ખાડામાં બે યુવકોના ડૂબી જતાં મોત

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયો છે. દરમિયાન શહેરના શાહીગ્રા કોલોનીમાં વરસાદી પાણીનાં ભરાયેલા ખાડામાં બે યુવાન ડૂબી જતા મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. પરિવાર અને સમાજમાં આ કરુણ બનાવથી શોક વ્યાપી ગયો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button