મેઘરાજાના વિરામથી ખેડૂતો ચિંતામાંઃ 13 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ...

મેઘરાજાના વિરામથી ખેડૂતો ચિંતામાંઃ 13 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ…

સૌરાષ્ટ્રમાં 36 લાખ એટલે કે આશરે ૯૯ ટકા જેટલું વાવેતર થયું

ગાંધીનગર: અષાઢ મહિનાના અંત બાદ રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી રહી છે. શ્રાવણ મહિનાના સરવડાં સિવાય રાજ્યમાં એકંદરે વરસાદ ઘટ્યો છે. હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.

હાલ સૌરાષ્ટ્રમાં ૩૬.૨૦ લાખ એટલે કે આશરે ૯૯ ટકા જેટલું વાવેતર થઇ ચૂક્યું હોય આ સ્થિતિમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પિયત માટે પાણી આપવા ખેડૂતોમાં માંગ ઉઠી છે.

વરસાદની સ્થિતિની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 24.50 ઇંચ વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે તેની સામે માત્ર 14 ઇંચ એટલે કે 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

તે સિવાય કૃષિ પર નિર્ભર અમરેલી જિલ્લામાં સરેરાશ ૧૪.૫૦ ઇંચ જેટલો વરસાદ પડે છે, જયારે આ વર્ષે તેની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 12 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. આમ અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે પડતા વરસાદ કરતા ૨૦ ટકા વરસાદની ઘટ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેવા કે રાજકોટ, જૂનાગઢ, મોરબીમાં પણ વરસાદની ઘટ છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની ઋતુના પ્રારંભે જ સારો વરસાદ પડ્યો હતો. ૩૦ જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું હતું. રાજ્યમાં આશરે ૬૬ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.

છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૭ ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. જો કે હવે વરસડ ખેચાતા ખેડૂતોમાં પિયતને લઈને ચિંતા જાગી છે વળી હાલ વરસાદની કોઈ સિસ્ટમ પણ સક્રિય ન હોવાથી આ ચિંતા વધુ ઘેરી બની રહી છે.

આ પણ વાંચો…લોકસભાઃ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ છ ગણું વધાર્યુ



Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button