Top Newsઆપણું ગુજરાત

ગુજરાત પોલીસમાં 950 પોસ્ટ પર નીકળી ભરતી, જાણો ક્યારથી કરી શકાશે અરજી…

અમદાવાદઃ ગુજરાત પોલીસમાં વર્ગ-3માં ભરતી નીકળી છે. આ માટે 9 જાન્યુઆરીથી ઉમેદવારો અરજી કરી શકશે. મળતી વિગત પ્રમાણે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ સેવાઓ હેઠલના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત કરી છે. જે અંતર્ગત વાયરલેસ પીએસઆઈની 172 પોસ્ટ, ટેકનિકલ ઓપરેટરની 698 પોસ્ટ, મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈની 35 પોસ્ટ, ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની 45 પોસ્ટ મળી કુલ 950 જેટલી ટેક્નિકલ જગ્યા પર ભરતી કરાશે.

ક્યાં સુધી કરી શકાશે અરજી

આ પોસ્ટ માટે ઉમેદવારો માત્ર ઓનલાઈન જ અરજી કરી શકશે. આ અરજી 9 જાન્યુઆરીએ બપોરે 2 કલાકથી 29 જાન્યુઆરી સુધી રાત્રિના 11.59 કલાક સુધી કરી શકાશે.

કોણ કરી શકશે અરજી

ઉપરોક્ત જગ્યાઓ માટે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિવિધ પ્રવાહો, જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઇટી, કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યા માટે યોજાયેલી ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારે અરજી કરી હતી. આ માટે શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે અને ટૂંક સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા જાહેર કરાશે.

આ પણ વાંચો…ગુજરાત પોલીસે 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળેલી કેટલી ફરિયાદનો કર્યો નિકાલ ? જાણીને ચોંકી જશો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button