અમદાવાદઆપણું ગુજરાત

“ખાખી માટે તૈયારી કરજો” હાઇકોર્ટ સમક્ષ સરકારે કરી એક મોટી જાહેરાત

અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક સારા સમાચાર છે કારણ કે ગુજરાત પોલીસમાં ભરતીને લઇને હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે અને સરકારને ખાતરી આપતા કહ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. પોલીસમાં ખાલી પડેલા પદો પરની ભરતીને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યુ છે અને હાઈકોર્ટને ખાતરી આપી છે કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Suratમાં પરપ્રાંતિયો વતનની વાટે: ઉધના સ્ટેશન પર ભીડથી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

સરકારે કહ્યું છે કે આ ભરતી પ્રક્રિયાને ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરવામાં આવશે. જો કે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરીશું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker