Breaking: રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર: 25 IPS અધિકારીઓની બદલી…
ગાંધીનગર: ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેની ચર્ચા વચ્ચે રાજ્યનાં પોલીસ બેડામાં એકસાથે ધરખમ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં 35 IPS અધિકારીઓને ટ્રાન્સફરના ઓર્ડર આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gujarat સરકારની મોટી કાર્યવાહી, PMJAY યોજનામાં ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ…
ડૉ. શમશેર સિંઘનું એન્ટી કરપ્શન બ્યુરોનું પદ યથાવત
આ આદેશ મુજબ IPS ડૉ. શમશેર સિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના એડીનેશલ ડિરેક્ટરના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે, જો કે તેમની બદલી અન્ય કોઇ વિભાગમાં થાય તેમ માનવામાં આવી રહ્યું હતું, જો કે તેમને આ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો IPS રાજકુમાર પાંડિયનને સોંપાયો છે. વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર આઈપીએસ એમ એલ નિનામાની બદલી પોલીસ મહાનિરીક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડની બદલી અમદાવાદ શહેર સેક્ટર-2ના જોઈન્ટ જેસીપી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપાયો છે. અમદાવાદ શહેરમાંથી ઝોન 1 ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન 2 શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી હોવાનું આ ઓર્ડર પરથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત બનશે મહાકુંભમાં મહેમાન, UP સરકારના મંત્રીઓએ આપ્યું આમંત્રણ…
લીના પાટીલને જેસીપી ક્રાઈમ એન્ડ લૉ ઓર્ડર વડોદરા, સુધીર ચૌધરી ગાંધીનગર આઈબીના નવા એસપી, હિમકરસિંહ એસપી રાજકોટ ગ્રામ્ય, બલરામ મીણા ડીસીપી ઝોન-1 અમદાવાદ, અજય કુમાર ચૌધરીને મહિલા સેલના એડીજીપી, ઉષા રાડાની સાબરકાંઠાથી બદલી કરીને વડોદરા, રવીન્દ્ર પટેલને પાટણથી ગાંધીનગર પોલીસ હાઉસિંગમાં, મેઘા તેવારને અમદાવાદ ગ્રામ્યમાંથી સાબરકાંઠા એસઆરપીફ ગ્રુપ 6નાં કમાન્ડટ, કોમલ વ્યાસને અમદાવાદથી બદલીને જામનગર એસઆરપીફમાં બદલી કરવામાં આવી હતી.