ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!

ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!

અમદાવાદ: ગુજરાત પોલીસના સિનિયર IPS અધિકારીઓ વચ્ચે ચાલી રહેલો આંતરિક ગજગ્રાહ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં CID ક્રાઈમના EOW (આર્થિક ગુના નિવારણ) વિભાગ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરાયેલા દરોડા બાદ રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે ગંભીર નોંધ લીધી છે. વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ હર્ષ સંઘવીએ આજે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓને તેડાવ્યા હતા અને તેમની સાથે

અંગત દુશ્મનીને ગેરશિસ્ત માનવામાં આવશે
આ બેઠકમાં ગુજરાત પોલીસના DGP વિકાસ સહાય, ADGP રાજકુમાર પાંડિયન અને SMCના વડા નિર્લિપ્ત રાય ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ તમામ સિનિયર IPS અધિકારીઓનો કડક શબ્દોમાં ક્લાસ લીધો હતો. તેમને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે “અંગત દુશ્મનીને ગેરશિસ્ત માનવામાં આવશે અને જરૂર પડશે તો અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી વિદેશ પ્રવાસે હતા ત્યારે SMC દ્વારા CID ક્રાઇમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પાછળ CIDના કેટલાક અધિકારીઓ દ્વારા ફરિયાદો અને અરજીઓ દબાવી રાખવી, સમયસીમામાં નિકાલ ન કરવો અને તોડબાજી જેવા આક્ષેપો જવાબદાર હોવાનું મનાય છે. SMCના આ દરોડાએ સમગ્ર પોલીસ બેડાને કઠેરામાં લાવી દીધો છે.

આ દરોડા પહેલાં જ PSI રેન્કના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. PSIના સસ્પેન્શન બાદ અચાનક SMCના દરોડાથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ગૃહરાજ્ય પ્રધાન આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મામલે ગંભીરતાથી પગલાં લઈ રહી છે અને પોલીસની આંતરિક ખેંચતાણને સાંખી લેવામાં આવશે નહીં.

Back to top button