ચાઇનીઝ દોરી સામે ગુજરાત પોલીસની લાલ આંખ, આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરાશે
ગાંધીનગર: ઉતરાયણના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો રહ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ માંજાને કારણે નિર્દોષ નાગરીકોના મોતની કે ઈજા થવાની (Chinese Manjaa) ઘટના બની છે. પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો ઉપયોગ અટકાવવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) ચાઈનીઝ માંજા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જો ચાઇનીઝ માંજાથી જાનહાનિ અથવા ગંભીર ઈજાઓ થશે તો, આરોપી પર હત્યાનો ગુનો (Culpable homicid લાગવવામાં આવશે.
ડ્રોનનો ઉપયોગ:
નિયમોના કડક અમલીકરણ માટે પોલીસ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઇજાઓ સાથે સંકળાયેલા કેસમાં BNS ની કલમ 110 (સદોષ માનવ હત્યાનો પ્રયાસ) ગુનો હેઠળ નોંધવામાં આવશે, જ્યારે જાનહાનિના કેસમાં કલમ 105 (સદોષ માનવ હત્યા) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોન દ્વારા પતંગ ઉડાડનારાઓ પર નજર રાખવામાં આવશે અને ડ્રોન ફૂટેજને સીસીટીવી નેટવર્ક સાથે જોડવામાં આવશે, જેથી અકસ્માતોના સોર્સને શોધી શકાય.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, “આ વખતે અમે આકાશમાંથી પતંગો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. પતંગની પ્રતિબંધિત દોરી અથવા તુક્કલને કારણે થતી ઇજાઓ અથવા આગની ઘટનાઓના કિસ્સામાં, અમે ડ્રોન ફૂટેજ, ડેશ કેમ્સ અને શહેરના CCTV નેટવર્કને જોડીને ઘટનાને ટ્રેસ કરીશું . ઇજાઓ અથવા મૃત્યુ માટે જવાબદાર લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.”
Also read: સુરતમાં ઉતરાણ પહેલા ચાઈનીઝ દોરીથી બાઈકચાલકનું ગળું કપાયું
ચાઇનીઝ માંજાએ યુવાકનો જીવ લીધો:
સિન્થેટીક ચાઈનીઝ માંજા અને કાચ/મેટલ-કોટેડ માંજાને કારણે 2 ડિસેમ્બર, 2024ના રોજ મહેસાણામાં 25 વર્ષીય મહેશ ઠાકોરનું મૃત્યુ થયું હતું. વર્ષોથી આવી અનેક દુ:ખદ ઘટનાઓ બની ચુકી છે, છતાં આ દુષણ પર સંપૂણપણે રોક નથી લાગી શકી.
જનજાગૃતિ અભિયાન:
પ્રસાશન વધુ ઘટનાઓને રોકવા માટે લોકોને જાગૃત કરવા પર પણ ધ્યાન આપી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે લોકોને પતંગની પ્રતિબંધિત દોરી ના વાપરવા અને તુક્કલના ઉપયોગના જોખમો વિશે જાગૃત કરવા માટે મોહલ્લા બેઠકો યોજી રહ્યા છીએ. જાહેર સ્થળોએ પતંગ ન ઉડાવવા અને રસ્તાઓ પર કપાયેલી પતંગનો પીછો ન કરવા માટે પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. બાઈક સવારો માટે મફત કોર્ડ ગાર્ડનું વિતરણ પણ કરી રહ્યા છીએ.”