ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં 111 જૂનિયર કારકૂનની સીનિયર કારકૂન તરીકે બઢતી, જુઓ લિસ્ટ

અમદાવાદઃ રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરી ખાતે ફરજ બજાવતાં 111 જુનિયર કારકૂન (વર્ગ-3)ની કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે સિનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી હતી. સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણનું પે લેવલ રૂપિયા 25,500 થી રૂપિયા 81,100 રહેશે.
એસ.એ. રાઠોડની ડીજીપી કચેરીથી મહિસાગર, એન.એસ. જોષીની વડોદરા ગ્રામ્યથી નર્મદા, વી.એચ.ખુંટીની પોરબંદરથી ગીર-સોમનાથ. આર.કે.પટેલની ડીજીપી કચેરીથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસની સફળતા, Cyber Fraud કેસના 2.07 કરોડ રૂપિયા નાગરિકોને પરત કરાયા…
કે.જી.જોષીની અમરેલીથી ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યારે આર.કે.ગોહિલની ભાવનગરથી અમરેલી ખાતે બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો
ઉલ્લેખનીય છે આગામી 15મી જૂનનાં રોજ યોજાનારી કોન્સ્ટેબલની પરીક્ષા અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી. જે મુજબ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.15/06/2025ના રોજ યોજાનારી છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. આ પરીક્ષા માટે 200 માર્કનું પેપર લેવામાં આવશે અને તે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ માટે યોજાનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર બે માળખામાં હશે. જેમાં પાર્ટ A 80 ગુણનો રહેશે અને પાર્ટ Bમાં 120 ગુણનાં પ્રશ્ન રહેશે.