આપણું ગુજરાતગાંધીનગર

ગુજરાતમાં સાત મહિનામાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો નોંધાયો

ગાંધીનગરઃ ગુજરાત સરકારે પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે.

કનેક્શનમાં સાત મહિનામાં 5.6 ટકાનો વધારો:
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર 31મી જુલાઇ 2023 સુધીમાં ગુજરાતમાં ડોમેસ્ટિક PNG કનેક્શનની સંખ્યા 3,078,162 હતી જે 29મી ફેબ્રુઆરી 2024માં 3,253,175 સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં 5.6 ટકાના વધારા સાથે કુલ 175,013 કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે. વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો

આ અંગે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક ગેસ કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. આ નોંધપાત્ર પ્રગતિ છે અને વડાપ્રધાનના વર્ષ 2070 સુધી કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સુંદર રીતે પ્રગતિ કરી રહ્યું છે.

આ પણ વાંચો : ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ ખેંચાયો, આટલા લાખ હેકટર વાવેતર ઘટ્યું

તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક

ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના (GGL) પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014ના માર્ચ મહિનામાં GGLનું નેટવર્ક 13,517 કિલોમીટર હતું જે માર્ચ 2024 સુધી વધીને 34,832 કિલોમીટર સુધી પહોંચ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…