આપણું ગુજરાત

પેટ્રોલિયમ પેદાશમાંથી ગુજરાત સરકારની કમાણીમાં મોટો ઉછાળો: ₹ ૨૪,૫૮૬ કરોડની આવક…

અમદાવાદ: ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ પેદાશોમાંથી સૌથી વધુ આવક મેળવતા દેશના ટોચના રાજ્યોમાં સ્થાન પામ્યું છે. સંસદના પૂરા થયેલા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં (કામચલાઉ ધોરણે) ગુજરાતે ઇંધણના વેચાણ પરના વેટ અને સેલ્સ ટેક્સ દ્વારા રૂ. ૨૪,૫૮૬.૨ કરોડની જંગી આવક મેળવી હતી.

આ ઉપરાંત, રાજ્ય સરકારે આ પેદાશો પર સ્ટેટ જીએસટીપેટે પણ રૂ. ૨,૯૮૦.૨ કરોડની કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની આવકમાં વધારો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પેદાશોમાંથી થતી વેટની આવક રૂ. ૧૫,૧૪૦.૮ કરોડ હતી, જે ૨૦૨૪-૨૫ સુધીમાં વધીને રૂ. ૨૪,૫૦૦ કરોડને પાર કરી ગઈ છે. મધ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ આવક રૂ. ૨૪,૬૩૧.૨ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, જે રાજ્યમાં ઇંધણના સતત વધી રહેલા વપરાશ અને આર્થિક ગતિવિધિઓને સૂચવે છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી વર્ષવાર વિગતો અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સેલ્સ ટેક્સ રૂ.૧૫,૧૪૦.૮ કરોડ હતો, જે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૨૦,૬૯૭.૦ કરોડ, ૨૦૨૨-૨૩માં રૂ. ૨૪,૬૩૧.૨ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૨૩,૬૦૪.૯ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૨૪,૫૮૬.૨ કરોડ રહ્યો હતો.

આ પણ વાંચો…દેશના આ ભાજપશાસિત રાજ્યમાં આકરો નિયમઃ PUC નહીં હોય તો પેટ્રોલ-ડીઝલ નહીં મળે!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button