આપણું ગુજરાત

Gujarat માં પાટણની ઘટના બાદ નેશનલ મેડીકલ કાઉન્સિલ એક્શનમાં, મેડીકલ કોલેજોને આપી આ ચેતવણી

નવી દિલ્હી : દેશની મેડીકલ કોલેજોમાં વધતી રેગિંગની ઘટનાઓ અને હાલમાં જ ગુજરાતના(Gujarat)પાટણમાં થયેલી ઘટના બાદ નેશનલ મેડીકલ કાઉન્સિલ એક્શનમાં આવ્યું છે. જેમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)એ સોમવારે મેડિકલ કોલેજોને નોટિસ ઇસ્યુ કરી છે. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ તેમની કોલેજોમાં મજબૂત એન્ટી-રેગિંગ સિસ્ટમ લાગુ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  એનએમસીની આ ચેતવણી ગુજરાતમાં 18 વર્ષીય MBBS સ્ટુડન્ટના મોતની દુ:ખદ ઘટનાને પગલે આવી છે. જેનું કથિત રીતે રેગિંગના કારણે મોત થયું હતું.

3 કલાક ઊભા રાખવામાં આવ્યા હતા

જેમાં ગુજરાતના પાટણ જિલ્લાના ધારપુરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાનિયાને સિનિયર્સ દ્વારા કથિત રેગિંગ હેઠળ 3 કલાકથી વધુ સમય સુધી ઊભા રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. આ દુ:ખદ ઘટનાની નોંધ લેતા એનએમસીએ સોમવારે એક એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં તમામ સંસ્થાઓને મજબૂત એન્ટી-રેગિંગ સિસ્ટમ્સ લાગુ કરવા કહેવામાં આવ્યું છે.


Also read: એડમિશનમાં નિયમોનો ભંગઃ MBBS ના વિદ્યાર્થીઓની માહિતી મગાવી મેડિકલ આયોગે…


એનએમસીએ સંસ્થાઓનો પર્દાફાશ કર્યો

NMCએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે રેગિંગ વિરોધી પગલાંના કડક અમલની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરે છે. રેગિંગ શારીરિક, નૈતિક અને કાનૂની સીમાઓનું ઉલ્લંઘન કરે છે અને આવી ઘટનાઓ સંસ્થાઓની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે.

કમિશને તબીબી સંસ્થાઓને એમ પણ જણાવ્યું હતું કે તેને અંડરગ્રેજ્યુએટ (યુજી) અને અનુસ્નાતક (પીજી) મેડિકલ વિદ્યાર્થીઓને સંડોવતા રેગિંગ અંગે ઘણી ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદોમાં માનસિક સતામણી અને આત્મહત્યા તરફ દોરી જતા કિસ્સાઓનો સમાવેશ થાય છે. એનએમસીના એન્ટી-રેગિંગ સેલ, UGC એન્ટી-રેગિંગ હેલ્પલાઈન અને સોશિયલ અને પ્રિન્ટ મીડિયા દ્વારા અહેવાલો પ્રાપ્ત થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું, સામાન્ય રીતે નોંધાયેલી પ્રવૃત્તિઓમાં અવ્યવસ્થિત આચરણ, ચીડવવું, બળજબરી અને અનુશાસનહીન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

કોલેજો રેગિંગ વિરોધી અહેવાલો સબમિટ કરવામાં નિષ્ફળ

એનએમસીના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB) ના ચેરમેન વિજય ઓઝા દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્પષ્ટ નિયમો હોવા છતાં તેના અમલમાં ક્ષતિઓ જોવા મળી છે, જેમાં અપૂરતી મોનિટરિંગ મિકેનિઝમ્સ, એન્ટિ-રેગિંગ સ્ક્વોડની ગેરહાજરી, વાર્ષિક પગલાં જેવા કે રેગિંગ વિરોધી અહેવાલો સબમિટ કરવામાં નિષ્ફળતા રેગિંગને અસરકારક રીતે દૂર કરવા માટે અપૂરતી છે.


Also read: ગુજરાતમાં નવી મેડીકલ કોલેજ નહિ ખુલી શકે!


પ્રતિબંધની જોગવાઈઓનું પાલન નહી કરે તો કડક કાર્યવાહી

એનએમસી તબીબી સંસ્થાઓને રેગિંગ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા અને ઓળખવા માટે એન્ટી-રેગિંગ સ્ક્વોડની રચના કરવા અને સક્રિય કરવા વિનંતી કરે છે, શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં એન્ટી-રેગિંગ નીતિ વિશે જાગૃતિ સુનિશ્ચિત કરે છે અને વાર્ષિક એન્ટી-રેગિંગ રિપોર્ટ સમયસર રજૂ કરી શકાય છે. એનએમસીએ વધુમાં ચેતવણી આપી હતી કે જો મેડિકલ કોલેજો અને સંસ્થાઓના રેગ્યુલેશન્સ, 2021માં રેગિંગના નિવારણ અને પ્રતિબંધની જોગવાઈઓનું પાલન નહી કરે તો
કડક કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button