ગુજરાતમાં વધુ એક પરીક્ષાના Paper Leak ની આશંકા , ચાલુ પરીક્ષાએ આન્સર કી વોટ્સએપમાં ફરતી થઈ
અમદાવાદ : ગુજરાતમાં ફરી એક વાર પરીક્ષાનું પેપર લીક(Paper Leak) થવાની બાબત પ્રકાશમાં આવી છે. જેમાં 22 ડિસેમ્બરના રોજ વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું અમદાવાદ અને સુરતમાં પેપર લીક થયું હોવાની આશંકા છે. આ પરીક્ષા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં મળતી માહિતી મુજબ . 22 ડિસેમ્બરે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કીના સ્ક્રીનશોર્ટ સામે આવ્યાં. પરીક્ષાના સમય દરમિયાન વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે. અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું.
વોટ્સઅપ ગ્રૂપમાં સ્ક્રીનશોટ મુકાતાં સમગ્ર પ્રકરણ પ્રકાશમાં
આ સમગ્ર ઘટનામાં મહત્વની બાબત એ છે કે, આ ઓપન બુક એક્ઝામ એટલે કે પુસ્તકો સાથે રાખીને પરીક્ષા આપવાની હતી છતાં વકીલોએ ચાલુ પરીક્ષાએ જ આન્સર કી વોટ્સઅપ ગ્રૂપમાં ફરતી કરી હતી. એક વોટ્સઅપ ગ્રૂપમાં સ્ક્રીનશોટ મુકાતાં સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે
રાજકોટમાં પેપર લીક થયું હતું
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ફેબ્રુઆરી 2023મા યોજાયેલી પરીક્ષામાં રાજકોટમાં ચોરી થયાનું સામે આવ્યું હતું, જેથી તે પરીક્ષા રદ્દ કરી 22 ડિસેમ્બર 2024 ના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું હતું જેમાં રાજકોટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું નહોતું.
આ પણ વાંચો…ક્ષત્રિય મહાસંમેલનમાં રાજ શેખાવતે સરકારને પડકાર ફેંક્યો; વિધાનસભા તરફ કૂચ કરવાની ચિમકી આપી…
પેપર સોલ્વ કરીને આન્સર કી અપાઈ હતી
રાજકોટથી વકીલાતની સનદ માટેની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. આ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર બહાર કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં પેપર સોલ્વ કરીને તેની આન્સર કી પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે લેવાતી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન એટલે કે સનદ માટેની છેલ્લી પરીક્ષામાં આ કૌભાંડ કાયદાના જાણકારોએ જ આચર્યું હતું. કાયદાનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂરો કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટે એઆઈબીઈની પરીક્ષા લેવાય છે.