આપણું ગુજરાત

ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પર તવાઈ, 409 ગુના નોંધાયા, 477 લોકોની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2016માં એડવોકેટ સિદ્ધરાજસિંહ ચુડાસમા દ્વારા ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધની માગ સાથેની જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે ઉપરોક્ત સામગ્રી સાથે સિન્થેટિક દોરી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ આગામી મકરસંક્રાંતિ પહેલા રાજ્યની પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને વપરાશ સામે કરાયેલી કાર્યવાહીના આંકડાઓ સોગંદનામા દ્વારા રજૂ કર્યા હતા. જે મુજબ રાજ્યમાં સિન્થેટિક દોરીનો પતંગ ચગાવવા માટે ઉત્પાદન વેચાણ સંગ્રહ અને વપરાશ કરતા કિસ્સાઓમાં 409 ગુના નોંધવામાં આવ્યા છે.

ચાઈનીઝ દોરીના 71,819 યુનિટ જપ્ત કરવામાં આવ્યા

ચાઈનીઝ દોરીના 71,819 યુનિટ જપ્ત કરવામાં આવ્યા છે. જે કુલ મુદ્દામાલની રકમ 2.67 કરોડ જેટલી થવા જાય છે અને 477 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 342 મિટિંગો જનજાગૃતિ માટે યોજવામાં આવી છે. જાહેર માધ્યમોમાં 37 જાહેરાતો અને 73 ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા છે. 683 જેટલી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે જાગૃતિ માટે 14 વાહનો રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઉત્તરાયણને લઈ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું; ચાઈનીઝ દોરી, ટુક્કલ અને ડીજે વગાડવા પર પ્રતિબંધ

2 કરોડથી વધુની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત

દર વર્ષે 2000 જેટલા પક્ષીઓ ઉતરાયણમાં ઘાતક દોરીનો ભોગ બને છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા ઓપરેશન દોરી અંતર્ગત દાદરા નગર હવેલીની ફેક્ટરી પર દરોડા પાડીને 2 કરોડથી વધુની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે વધુ સુનવણી 30 જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button