ગુજરાતીઓને મોંઘવારીનો વધુ એક ફટકો લાગ્યો; તેલના ભાવમાં આટલો વધારો

રાજકોટ: મોંઘવારીના માર વચ્ચે ગુજરાતીઓને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાતીઓને મનપસંદ ફરસાણનો સ્વાદ ફિક્કો પડ્યો છે, કારણે સિંગતેલ અને કપાસીયા તેલના ભાવ વધારો (Rise in oil price in Gujarat) થયો છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેલના ભાવમાં થયેલા વધારાને કારણે મહેમાનો માટેની રસોઈ મોંઘી થઇ શકે છે.
ગુજરાતમાં મોટાભાગના ઘરોમાં સિંગતેલ અને કપાસીયા તેલનો ઉપયોગ વધુ થાય છે, આ બંને તેલના ભાવમાં વધારો થયો છે. અહેવાલ મુજબ સિંગ તેલના ડબ્બા(15 Kg)ના ભાવ 50 રૂપિયાનો વધારો થયો જયારે કપાસીયા તેલના ડબ્બાના ભાવમાં 45 રૂપિયાનો વધારો થયો છે. જો કે મકાઈ, સનફલાવર અને પામોલિન જેવા અન્ય ખાદ્યતેલોના ભાવ સ્થિર છે, હાલ તેમાં જોઈ વધારો જોવા મળ્યો નથી. છેલ્લે ગત વર્ષના અંતે આ તેલોના ભાવમાં વધારો આવ્યો હતો.
Also read: કપાસના ઉત્પાદનમાં 7 ટકાના ઘટાડાના અંદાજથી બજારમાં ચિંતા, કિંમતોમાં પડશે અસર?
અહેવાલ મુજબ સિંગતેલ અને કપાસીયાના તેલમાં હાલમાં થયેલો ભાવ વધારો ઓછી સપ્લાયને કારણે નહીં પણ સટ્ટાકીય તેજીના કારણે થયો થયો છે. તેલમાં હાલમાં થયેલા ભાવ વધારાને કારણે સિંગતેલના એક ડબ્બાના ભાવ રૂપિયા 2450 પર પંહોચ્યો જ્યારે કપાસીયા તેલનો નવો ભાવ ડબ્બે 2240 રુપિયા થયો છે.