આપણું ગુજરાત

Gujarat માં કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ, 300 કિલોમીટરનું અંતર કાપશે

મોરબી : ગુજરાતમાં(Gujarat)કોંગ્રેસે મોરબીના દરબારગઢથી ધ્વજવંદન કરીને ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રામાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે. મોરબી થી શરૂ થયેલી યાત્રા 300 કિલોમીટરનું અંતર કાપી ગાંધીનગરના સુધી પહોંચશે.

કોંગ્રેસની ન્યાય યાત્રાનો સમગ્ર રૂટ

આ યાત્રા આજે મોરબીથી ટંકારા પહોંચશે. 10મી ઓગસ્ટના રોજ ટંકારાથી યાત્રા રતનપર પહોંચી રોકાણ કરશે. રતનપરમાં રોકાણ બાદ યાત્રા રાજકોટ તરફ પ્રયાણ કરશે અને 11મી ઓગસ્ટના રોજ રાજકોટ પહોંચશે. રાજકોટમાં રોકાણ બાદ 12મી ઓગસ્ટના રોજ રાજકોટના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. ત્યારબાદ યાત્રા બેટી-કુવાડવા પહોંચશે.

19મી ઓગસ્ટે છારદથી વિરમગામ પહોંચશે

13મી ઓગસ્ટના રોજ યાત્રા કુવાડવાથી પ્રયાણ કરશે અને ચોટીલા પહોંચશે. 14મી ઓગસ્ટના રોજ યાત્રા ચોટીલાથી ડોળીયા પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ કર્યા બાદ યાત્રા મૂળી તરફ પ્રયાણ કરશે. 15મી ઓગસ્ટના રોજ યાત્રા ડોળીયાથી મૂળી પહોંચશે અને 16મી ઓગસ્ટના રોજ મૂળીથી સુરેન્દ્રનગર પહોંચશે. 17મી ઓગસ્ટે યાત્રા સુરેન્દ્રનગરથી લખતર પહોંચશે. 18મી ઓગસ્ટે લખતરથી છારદ અને 19મી ઓગસ્ટે છારદથી વિરમગામ પહોંચશે.

ફકત સૂતરની આટીથી જ સ્વાગત

વિરમગામમાં રાત્રી રોકાણ બાદ યાત્રા 20મી ઓગસ્ટના રોજ છારોડી ખાતે પહોંચી ત્યાથી 21મી ઓગસ્ટે યાત્રા છારોડીથી શાંતિપુરા અને 22મી ઓગસ્ટે શાંતિપુરાથી ચાંદખેડા પહોંચશે. ચાંદખેડામાં રાત્રી રોકાણ બાદ યાત્રા 23મી ઓગસ્ટના રોજ ચાંદખેડાથી ગાંધીનગર પહોંચશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાંય પણ ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…