
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રા માટેની પ્રથમ ટુકડી આજે રવાના થઇ છે. જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે આ વર્ષે માત્ર 5000 જેટલા શ્રદ્ધાળુઓ જ દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે. જેમાં પહલગામ આતંકી હુમલો અને હેલિકોપ્ટર સેવા નહીં હોવાથી શ્રદ્ધાળુઓ ઘટયા હોવાનો દાવો છે.
અમરનાથ યાત્રાએ જતા સંઘોની સંખ્યા પણ ઘટાડો
જેમાં એપ્રિલમાં પહલગામ ખાતે પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને 85 હજાર થઇ ગઈ છે. ગયા વર્ષે અમરનાથ યાત્રામાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા સંઘોની સંખ્યા પણ ઘટાડો થયો છે. અમરનાથ યાત્રાએ જતાં અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
આ પણ વાંચો: ‘બમ બમ ભોલે’ના નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ, આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારાઈ…
સિવિલ હોસ્પિટલે અત્યાર સુધી 234 હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા
જેમાં રજિસ્ટ્રેશન વખતે હેલ્થ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા માટે વર્ષ 2024માં 455 સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે
અત્યાર સુધી 234 હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ લોકોને ચકાસીને હેલ્થ ફિટનેસ સર્ટિ આપવામાં આવે છે.