આપણું ગુજરાત

વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમાંકેઃ રાજ્ય સરકારનો દાવો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ તા. ૫ જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી એક પેડ મા કે નામ અભિયાન હેઠળ તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતે બીજા નંબરે સૌથી વધુ ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કર્યું હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો હતો. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૮.૮૮ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

આ સાથે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૨૯.૩૭ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેમ, વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે ૧૯.૯૮ કરોડની વસ્તી ઉપરાંત ૨,૪૦,૯૨૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે.

જેની તુલનામાં ગુજરાત અંદાજે ૬ કરોડની વસ્તી તેમજ ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશમાં અગ્રેસર છે તેમ કહી શકાય.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વિગતો આપતાં કહ્યું કે તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં ૫૭.૨૬ લાખ જ્યારે શહેરી વિસ્તારમાં ૧ લાખ એમ સૌથી વધુ કુલ ૫૮.૨૯ લાખ વૃક્ષારોપણ સાથે સુરત જિલ્લો રાજ્યમાં અવ્વલ નંબર પર છે.

આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે ભરૂચ જિલ્લામાં ૪૩.૩૩ લાખ, બનાસકાંઠામાં ૪૩.૩૩ લાખ, કચ્છમાં ૪૨.૮૮ લાખ, તાપીમાં ૩૯.૮૩ લાખ, પંચમહાલમાં ૩૪.૨૭ લાખ, મહીસાગરમાં ૩૩.૧૦ લાખ, નર્મદામાં ૩૦.૧૫ લાખ, વલસાડમાં ૩૧.૦૧ લાખ તેમજ ડાંગ જિલ્લામાં ૨૯.૩૭ લાખ એમ કુલ ૩૩ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષો એક પેડ મા કે નામ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…